PDFSource

Janmashtami Essay PDF in Gujarati

Janmashtami Essay Gujarati PDF Download

Janmashtami Essay Gujarati PDF Download for free using the direct download link given at the bottom of this article.

Janmashtami Essay PDF Details
Janmashtami Essay
PDF Name Janmashtami Essay PDF
No. of Pages 15
PDF Size 2.12 MB
Language Gujarati
Categoryગુજરાતી | Gujarati
Source pdffile.co.in
Download LinkAvailable ✔
Downloads72
If Janmashtami Essay is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Janmashtami Essay Gujarati

Dear reader, if you are searching for જન્માષ્ટમી નિબંધ PDF / Janmashtami Essay PDF in Gujarati and you are unable to find it anywhere then don’t worry you are on the right page. We know that Shri Krishna was born at 12 o’clock on the night of Janmashtami. In temples and also in homes people celebrate Janmashtami day and night by Abhishek, worshiping and aarti to Lord Krishna. On this day, devotees throng temples and Havelis to swing their beloved Balgopal in the carousel. It is also a privilege to see Lord Krishna’s carousel in the month of Shravan.

On this day, the Matkifod competition is also held on the roads of the city. Some people keep this Pratyogita on the second day of Janmashtami i.e. on the day of Chhadi Noam. Matkiphod program is celebrated in Mumbai with great fanfare. Especially in the Dadar and Virar areas of Mumbai. The song “Govinda ala re ala Jara matki sarkar Brij Bala” echoes throughout the day. A huge number of people enjoy this Matkiphod. Prizes are also held for the Matkifod competition. Sometimes, if the pot is tied very high, the reward is also big. Sometimes matkifod is done for procreation or sometimes for the happiness of procreation.

જન્માષ્ટમી નિબંધ PDF | Janmashtami Essay PDF in Gujarati

આપણે જાણીએ જ છીએ કે જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. મંદિરોમાં અને ઘરોમાં પણ લોકો જન્માષ્ટમીને દિવસે રાત્રે શ્રીકૃષ્ણનો અભિષેક, પૂજન અને આરતી કરીને ઉજવણી કરે છે. આજનાં દિવસે મંદિરો અને હવેલીઓમાં ભક્તોની ભીડ ઉમટે છે પોતાનાં વ્હાલા બાલગોપાલને હિંડોળામાં ઝુલાવવા માટે. શ્રાવણ મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનનાં હિંડોળાનાં દર્શન કરવા મળે એ પણ એક લ્હાવો છે.

આ દિવસે શહેરના રસ્તાઓ પર મટકીફોડ પ્રતિયોગિતા પણ રાખવામાં આવે  છે. કેટલાંક લોકો આ પ્રતિયોગિતા જન્માષ્ટમીનાં બીજા દિવસે એટલે કે છડી નોમનાં દિવસે રાખે છે. મટકીફોડ કાર્યક્રમ મુંબઈમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને મુંબઈનાં દાદર અને વિરાર વિસ્તારમાં. આખો દિવસ “ગોવિંદા આલા રે આલા  જરા મટકી સંભાળ બ્રિજબાલા” ગીત ગુંજે છે. ભારે સંખ્યામાં લોકો આ મટકીફોડનો આનંદ ઉઠાવે છે.

મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઈનામો પણ રાખવામાં આવે છે. ક્યારેક તો ખૂબ ઊંચી મટકી બાંધી હોય તો ઈનામ પણ મોટું જ હોય છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. માન્યતા અનુસાર ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે.

શ્રીકૃષ્ણ માતા દેવકી અને વસુદેવનાં આઠમા પુત્ર છે. જેનો જન્મ મથુરામાં રાત્રે 12 વાગ્યે કારાગૃહમાં થયો હતો. ભવિષ્યવાણી અનુસાર શ્રી કૃષ્ણ એમના મામા કંસનો કાળ બનવાના હતા અને તેમનો વધ કરવાના હતા. આથી કૃષ્ણને કંસ મારી નાખવાનો હતો એ ડરથી એમના પિતા વસુદેવ શ્રીકૃષ્ણને યમુના નદી પાર કરીને એમનાં પરમ સખા બાબા નંદરાય અને તેમની પત્ની યશોદા  પાસે મૂકી આવ્યા હતા.

જન્મથી જ સંઘર્ષ કરતા શ્રી કૃષ્ણ ભગવાનનાં મૃત્યુ સાથે પણ એક કથા જોડાયેલી છે. એક વાર દુર્વાસા ઋષિ તેમની દ્વારિકા નગરીમાં મહેમાન બનીને આવ્યા હતા. આ સમયે મહારાણી ઋકમણીએ એમને માટે ખીર બનાવી હતી.

જ્યારે ઋષિ ખીર ખાવા આવ્યા ત્યારે દેવી ઋકમણી ત્યાં હાજર નહોતા. આથી ભગવાન કૃષ્ણ પોતે જ એમને ખીર આપે છે, પરંતુ આ ખીર ગરમ હતી એની પ્રભુને જાણ ન્હોતી. આથી જ ખીર ખાતાંની સાથે જ દુર્વાસા ઋષિ ગુસ્સે થઈ ગયા. શ્રી કૃષ્ણ પરિસ્થિતી પામી જઈને ઝડપથી દોડીને આખું તપેલું ખીર પોતાનાં જ શરીર પર રેડી દે છે. આથી દુર્વાસા ઋષિનો ક્રોધ શાંત થઈ જાય છે.

દુર્વાસા ઋષિ શ્રી કૃષ્ણને આશિર્વાદ આપે છે કે આખા શરીરે જ્યાં જ્યાં ખીર લાગી છે તે તમામ ભાગો વજ્ર જેવા બની જશે. શ્રી કૃષ્ણએ જોયું તો પગનાં તળિયા સિવાયનાં તમામ અંગો પર ખીર લાગેલી હતી. આ જોઈને અચરજ પામેલા પ્રભુને દુર્વાસા ઋષિએ એમનાં મૃત્યુનું રહસ્ય જણાવતા કહ્યું હતું કે આ આખી ઘટના વિધી દ્વારા પૂર્વ આયોજિત હતી. તેમનું મૃત્યુ તળિયામાં તીર વાગવાથી થશે.

આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી કૃષ્ણનું મૃત્યુ આવી જ રીતે થાય છે, ભાલકાતીર્થ નામનાં સ્થળે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રી કૃષ્ણને મારનાર જરા નામનો શિકારી એ બીજું કોઈ નહીં પણ સતયુગમાં ભગવાન શ્રી રામનાં હાથે મૃત્યુ પામેલ વાનરરાજ વાલી હતો. જે પોતાનાં મૃત્યુનો બદલો લેવા જન્મ્યો હતો.

Shri Krishna Janmashtami Puja Vidhi in Gujarati

  • જન્માષ્ટમીનું વ્રત આઠમના દિવસે કરવું જોઈએ મધ્યરાત્રિએ તમારે તમારી જાતને શુદ્ધ કરવી જોઈએ અને સમાધાન કરવું જોઈએ
  • આ પછી બાલકૃષ્ણની મૂર્તિ અથવા મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ
  • તે પછી પરિવારે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ધૂપ, દીવો, પ્રસાદ ચઢાવવો જોઈએ
  • શ્રીકૃષ્ણની આરતી કરવી જોઈએ પૂજા કર્યા પછી વિષ્ણુ સુક્તની સ્તુતિ કરો સંગીતના વાદ્યોના અવાજ, ગીતોના શુભ ધ્વનિ, પૌરાણિક કથાઓના વિવિધ સતક, ઈતિહાસથી રાત્રે જાગી જવું જોઈએ.
  • ગોકુળમાં કૃષ્ણ જન્મની લીલા સાંભળો આ દરમિયાન પૂજા દરમિયાન માખણ અને ખાંડ મિક્સ કરીને બાલકૃષ્ણને અર્પણ કરવી જોઈએ
  • આ દિવસે કલા કરવી જોઈએ કાલા એ પોહા, સરસવના દાણા, ડાંગરના દાણા, લીંબુ અને કેરીની કરી, દહીં, છાશ, પલાળેલી ચણાની દાળ, ખાંડ, ફળની દાળ વગેરે વડે તૈયાર કરવામાં આવતી વાનગી છે. તે કૃષ્ણને ખૂબ જ પ્રિય હતો
  • એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અને તેમના સાથીઓએ તેને યમુના કિનારે તૈયાર કર્યું હતું અને તેને વહેંચ્યું હતું. આ દિવસે ગોપાલકાળના અવસર પર મહારાષ્ટ્રમાં દહીહંડી ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી વિવિધ પ્રસંગોએ વિવિધ પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે

Here you can download જન્માષ્ટમી નિબંધ PDF | Janmashtami Essay PDF in Gujarati by clicking on this link.


Janmashtami Essay PDF Download Link

Report a Violation
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If Janmashtami Essay is a copyright, illigal or abusive material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

Leave a Reply

Your email address will not be published.